Get Mystery Box with random crypto!

Bhains ki Pathshala

Alamat saluran: @bhainskipathshala
Kategori: Pendidikan
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 122.55K
Deskripsi dari saluran

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

1

2 stars

0

1 stars

0


Pesan-pesan terbaru 39

2023-09-02 12:13:09 GPSC ની ભરતીઓ જાહેર થઈ ગઈ છે. ગયા મહિને DYSO અને TDO ની ભરતી જાહેર થઈ. હાલ ક્લાસ ૧-૨ ની પણ ૨૯૩ જેટલી જગ્યા માટે ભરતી જાહેર થઈ છે. ઑક્ટોબર થી આ બધી પરીક્ષાઓ શરૂ થશે. ઘણા મિત્રો હાલ તૈયારી ચાલુ કરતા હશે. તો કયા વિષયો પહેલા વાંચવા?

જે વિષયમાં કોસ્ટ બેનિફિટ રેશિયો સારો હોય તે પહેલા વાંચવા. એટલે કે જેટલી કલાક તમે એ વિષયને આપો છો.. સામે તમને એ વિષય કેટલા માર્કસની ગેરંટી આપે છે!

દા. ત. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસામાં વાંચવા માટે ઘણું છે. યાદ રાખવા માટે ઘણા ફેકટ છે. અને રીટર્ન રેશિયો ઓછો છે. તો આ વિષયને  શરૂઆતમાં ન વાંચવા જોઈએ. વાંચવાના તો છે જ! પણ શરૂઆતમાં નહિ.

તો શરૂઆતમાં શું વાંચવું?
બંધારણ, ઇકોનોમિકસ પહેલા વાંચવું. કેમ? કારણ કે  આ વિષય વાંચેલા હશે તો કરંટ અફેર વાંચતી વખતે સરળતા રહેશે. ત્યારબાદ ભૂગોળ  વાંચી શકો. અને આ રીતે આગળ વધી શકો.

છેલ્લા બે વર્ષથી GPSC ની બધી પરીક્ષાના પ્રીલીમ પરીક્ષાના કટ ઓફ બહુ ઊંચા જાય છે. આટલા ઉંચા કટ ઑફને મેથ્સ અને રિઝનિંગ વગર આંબી શકવા બહુ મુશ્કેલ છે. છેલ્લી ક્લાસ ૧-૨ ની પરીક્ષાનું કટ ઓફ ૧૮૦+ હતું (૪૦૦ માંથી) અને આમાં ૫૦ માર્કસ નું ગણિત અને રિઝનિંગ પૂછાય છે.

પહેલા ૧૨૦-૧૩૦ કટ ઓફ રહેતું ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ગણિતને અવગણીને આગળ વધતા હતા.. ત્યારે ગણિત અને રિઝનિંગ વગર કટ ઓફ પાર કરવું શક્ય હતું.. પણ હવે અવગણી શકાય નહિ. અને જો થોડી ઘણી પણ તૈયારી હોય તો ૨૫-૩૦ પ્રશ્નો આરામથી કરી શકશો.
એટલે શરૂઆતથી જો થોડો સમય આપી ગણિત અને રિઝનિગ કરતા જશો તો પરિક્ષા સુધીમાં ઘણું થઈ જશે.

અને તૈયારીમાં એક જ વિષય વાંચવા કરતાં બે વિષયો સાથે સાથે કરવા જેથી refresh થતા રહેવાશે. અને તમારી વાંચવા ની થ્રેશોલ્ડ લિમિટ વધશે. જેમ કે ૩ કલાક બંધારણ ૩ કલાક ભૂગોળ અને ૧-૧ કલાક મેથ્સ અને છાપું.

આ જ રીતે આગળ વધશો તો પરિક્ષા સુધીમાં ઘણી સારી રીતે તૈયારી થઈ જશે. અને મહેનત માર્કસમાં પણ પરિણમશે.

@bhainskipathshala
14.6K views09:13
Buka / Bagaimana
2023-09-02 09:20:04 NABARD RECRUITMENT NOTIFICATION
14.8K viewsedited  06:20
Buka / Bagaimana
2023-09-01 17:10:53 RRB CLERK PRE RESULTS OUT NOW!!

https://ibpsonline.ibps.in/rrbxiioamy23/resta_aug23/login.php?appid=4842add192ef897003eeb34d87885a1f
15.7K views14:10
Buka / Bagaimana
2023-09-01 15:10:55 ક્લાસ-3 અને પોલીસ ભરતીની તમામ પરીક્ષાઓની તૈયારી માટે નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આજે નવો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

હાલના સમય અને નવી પરીક્ષા પદ્ધત્તિ પ્રમાણે વધુ અસરકારક રીતે આ કોર્ષ ડીઝાઈન કરેલ છે. સુપર ક્લાસ-3 લેવલ સુધીની તમામ પરીક્ષા માટે તમે આ એક જ કોર્ષમાં તૈયાર થઈ જાઓ એ રીતે ચેપ્ટર અને દાખલાના લેવલનું સિલેક્શન કરેલ છે જેથી વારે વારે અલગ અલગ કોર્ષ લેવા ન પડે.

મારા વર્ષોના અનુભવનો સંપૂર્ણ નીચોડ હું આ કોર્ષમાં ઠાલવવાનો પ્રયત્ન કરીશ. વધુ નવી, વધુ સરળ, વધુ ઝડપી અને વધુ અસરકારક રીતે નબળામાં નબળા વિદ્યાર્થીને સમજાઈ જાય તે રીતે દરેક ટોપિકને પાયાથી PRO લેવલ સુધી લઈ જઈશું. કોઈ વિદ્યાર્થીને ભણાવવું એને હું એક પવિત્ર કામ માનું છું. મારા માર્ગદર્શન અને કોચિંગ પર ઘણા ભવિષ્ય નિર્ભર હોય જેથી ભણાવવામાં કોઈ પણ પ્રકારની ઢીલાશ કે બાંધછોડ કરવામાં હું માનતો નથી.

જુના કોર્ષમાં તમે ખૂબ સરસ રિસ્પોન્સ આપેલ છે. ઘણા વિદ્યાર્થીઓ જે ગણિત અને રીઝનીંગથી દૂર ભાગતા હતા તેઓ એમાં ભણીને અત્યારે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી કરી રહ્યા છે. તમારા નોકરી મળવાના મેસેજ મળે એટલે તમારા કરતા અમને વધારે આનંદ થાય. એમ થાય કે અમારી અને તમારી મહેનત વસુલ.. પણ હવે સમય બદલાયો છે, પરીક્ષા પદ્ધત્તિ બદલાઈ છે જેથી કોર્ષ પણ બદલવો પડશે.

લેકચર પૂર્વે આ મેસેજ નાખવાનો હેતુ ફક્ત મારા મનમાં જે ચાલી રહ્યું છે તે લાગણીઓ વ્યક્ત કરવાનો છે.

તો મળીયે સાંજે 6.00 વાગે ભૈંસ કી પાઠશાલાના નવા અધ્યાયની શરૂઆત સાથે યુટ્યુબ પર લાઈવ..

શુભેચ્છાઓ સહ,
બકુલ પટેલ
16.2K views12:10
Buka / Bagaimana
2023-09-01 11:00:03
ક્લાસ-૩ અને પોલીસ ભરતીની તૈયારી માટેનો એક નવો સર્વાંગ-સંપૂર્ણ લાઈવ કોર્ષ આજથી શરૂ થઈ રહ્યો છે જેનો પ્રથમ ડેમો લેક્ચર ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આજે સાંજે 6.00 વાગે લાઈવ લેવાશે જે તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી રહેશે.

લેક્ચર જરૂરથી જોશો. ખૂબ મજા આવશે.


https://youtube.com/live/RRkvY-E8Mwc

લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં.

ગણિત અને રીઝનીંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..
16.2K views08:00
Buka / Bagaimana
2023-08-31 19:42:33
અત્યારે એપ્લિકેશનના તમામ કોર્ષ પર 64% સુધીની ડિસ્કાઉન્ટ ઓફર ચાલુ છે.

Class-3 અને પોલીસ ભરતીની તૈયારી માટે એક નવો સર્વાંગ-સંપૂર્ણ લાઈવ કોર્ષ આવતીકાલથી શરૂ થશે. લાઈવનો સમય સાંજે 6.00 થી 7.30 રહેશે. પ્રથમ બે ડેમો લેક્ચર યુટ્યુબ પર લાઈવ હશે.

આ લીંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્ષ ખરીદી શકાશે.

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

વિચારી લીધું હોય તો ઓફર પૂરી થાય તે પહેલાં કોર્ષ ખરીદી લો.

ગણિત અને રીઝનિંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..
19.7K views16:42
Buka / Bagaimana
2023-08-31 16:02:00
ક્લાસ-૩ અને પોલીસ ભરતીની તૈયારી માટેનો એક નવો સર્વાંગ-સંપૂર્ણ લાઈવ કોર્ષ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. જેના બે ડેમો લેક્ચર ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ લેવાશે જે તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી રહેશે.

ડેમો લેક્ચર - 1
1/9/2023 સાંજે 6.00 વાગે

https://youtube.com/live/RRkvY-E8Mwc

ડેમો લેક્ચર - 2
2/9/2023 સાંજે 6.00 વાગે

https://youtube.com/live/ZIq38NODQAQ

જરૂરથી લેક્ચર જોશો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં.

ગણિત અને રીઝનીંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..
15.7K views13:02
Buka / Bagaimana
2023-08-31 14:09:09 નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને અનુરૂપ વિવિધ પહેલુઓ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી મહત્વની બાબત કે જેના પર ધ્યાન નથી અપાતું તે વિશે આજે વાત કરીશું - રિવીઝન રિવીઝન એ ગેમ ચેંજર છે. કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય પણ જો તમે યોગ્ય…
13.6K views11:09
Buka / Bagaimana
2023-08-30 06:31:20
ભેંસ કી પાઠશાલા પરિવાર તરફથી આપ સર્વેને રક્ષાબંધન પર્વની અનેક અનેક શુભકામનાઓ..
20.5K views03:31
Buka / Bagaimana
2023-08-29 18:58:33
18.6K views15:58
Buka / Bagaimana